Indiaમાં Xiaomiની પડતી શરૂ! ફોનનાં યૂઝર્સ પર આની કેવી અસર થશે, આ ભૂલના કારણે બાજી બગડી
1137 views
ગેજેટ્સ વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરોમોબાઈલ માર્કેટમાં ધૂમ મચાવનારી અને The Apple Of Chinaથી પ્રખ્યાત શાઓમી સ્માર્ટફોન્સની ડિમાન્ડ હવે ભારતમાં ઘટી રહી છે. લોન્ચ થતાની સાથે જ Xiaomiના સ્માર્ટફોન્સે એપલ, સેમસંગ જેવી કંપનીઓને હંફાવી દીધી હતી. તેવામાં ચીનમાં પ્રખ્યાત મોબાઈલ બ્રાન્ડે ભારતમાં પણ પોતાની આગવી છાપ છોડી હતી. ચીનમાં ધૂમ મચાવી રહેલી મોબાઈલ કંપની Xiaomiએ ભારતમાં પોતાનો બજેટ સ્માર્ટ ફોન લોન્ચ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. આ અંગે તેમણે ભારતના પ્રખ્યાત ઓનલાઈન રિટેલરોનો સંપર્ક સાધવાનો પણ શરૂ કરી દીધો હતો. કંપનીનો ટાર્ગટે આ સમયે લો બજેટ સ્માર્ટફોનને સારા ફિચર્સ સાથે લોકો સુધી પહોંચાડવાનો હતો. વિગતો પ્રમાણે જુલાઈ 2014 દરમિયાન Xiaomiએ પહેલો મોબાઈલ ફોન ભારતમાં લોન્ચ કર્યો હતો જેનું નામ Xiaomi Mi 3. માર્કેટમાં આ સમયે જેટલા પણ ફોન હતા એના કરતા પણ સારા ફિચર્સ સાથે કંપનીએ આ ફોન લોન્ચ કર્યો હતો. એટલું જ નહીં તેની કિંમત અન્ય એન્ડ્રોઈડ સ્માર્ટફોન કરતા ઓછી હતી.